વડોદરાના ગોત્રી વિસ્તારમાં દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગર ફરી એકવાર દારૂની બોટલો તેમજ ડિલિવરી માટે રાખેલા વાહનો સાથે ઝડપાઈ છે. પોલીસે બે વાહન ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. ગોત્રી વિસ્તારના બંસલ મોલ પાસે ઈ-લાઈટ હાર્મોનિયમ એપાર્ટમેન્ટમાં રહેતી સરોજ સુરેશભાઈ ઠક્કર ફરી એકવાર દારૂનો ધંધો કરી રહી હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે સરોજ ઠક્કરને ઝડપી પાડી રૂપિયા 12,000/-ની કિંમતની 35 બોટલ કબજે કરી હતી. જ્યારે દારૂની ડિલિવરી માટે રાખેલી રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પો અને એક સ્કૂટર પણ કબજે કર્યા હતા. જ્યારે પોલીસને જોઈ સ્કૂટર મૂકી ભાગી છૂટેલા યુવરાજસિંહ ઉર્ફે ભયલુ ભીખાભાઈ ડોડીયા (ગોસાઈ મહોલ્લો, આમોદ) અને ટેમ્પા ચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા.




