મોરબી શહેરમાં રહેતા પરિણીત યુવાનને મિઝોરમની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેણીએ અન્ય સાગરીતો સાથે મળીને યુવાનને બ્લેકમેઈલ કરી પૈસા પડાવવા ધમકીઓ આપતા કંટાળી ગયેલ યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી મિઝોરમની મહિલાની ધરપકડ કરી હતી.ટંકારાના લજાઈ ગામના રહેવાસી મુકુંદ નટવરલાલ મકવાણા (ઉ.વ.27)એ આરોપીઓ મારિયાબેન (રહે. મિજોરમ), અમદાવાદના ASI લાલજી ભરવાડ તથા વિશાલ બોરીચા (રહે.કોયલી,તા.મોરબી) એમ ત્રણ વિરૂદ્ધ પોતાનાં ભાઈ ધ્રૂવને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, નાનો ભાઈ ધ્રુવ ગાડી ચલાવતો હતો અને લગ્ન થઇ ગયા હતા.
જેને મિઝોરમની મારિયા નામની છોકરી સાથે પ્રેમ સંબંધ હોવાનાં કારણે પત્ની રોશનબેન ચારેક મહિના પહેલા પિયરમાં જતા રહ્યા હતા. બાદમાં ભાઈ ધ્રુવ મારિયા સાથે મોરબી સિરામિક સીટીમાં રહેતો હતો. ગત મે મહિનામાં ધ્રુવે વાત કરી હતી કે, પોતે પૈસાની ખેંચમાં છે અને જેની તેની પાસેથી પૈસા લીધા છે તે ધમકીઓ આપે છે અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરે છે જેથી પૈસા પાછા આપવા પડશે તેવી વાત કરી હતી. જોકે 10 જુલાઈના ફોન આવ્યો અને મોટાભાઈ મારે પૈસાની જરૂરત છે ગમે તેમ કરીને વ્યવસ્થા કરાવી આપો કહ્યું, જેથી તેને પૂછતા ધ્રુવે વાત કરી કે, મારિયાએ ખોટા આક્ષેપો કર્યા છે અને તે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં છે તેવી વાત કરી હતી. જેથી રૂપિયા 6000 ગૂગલ પેથી ધ્રુવના ખાતામાં નાખ્યા હતા અને બાદમા ધુ્રવે વધુ પૈસા આપવાનું કહ્યું હતું.
પરંતુ બીજા પૈસા આપ્યાના હતા અને નો ફોન સ્વીચ ઓફ થયો હતો. જયારે બપોરે ભત્રીજા વિશાલનો ફોન આવ્યો અને ધ્રૂવે આપઘાત કરી લીધો છે તમે જલ્દી બી ડીવીઝન પોલીસ સ્ટેશન આવો કહેતા પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાંથી બધા સિરામિક સીટી ગયા અને ફ્લેટના રૂમમાં ભાઈ ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો. જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. ધ્રુવ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે મારિયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. કાલે મેં તેનું અમદાવાદ એરપોર્ટ પરથી બળજબરીથી અપહરણ કરી બળજબરી કરી છે તેવા આક્ષેપો કરી અમદાવાદ થલતેજ પોલીસ સ્ટેશનના લાલજી ભરવાડ નામના એ.એસ.આઈ. સાથે મળીને આખો દિવસ કેફેમાં બેસાડી રાખી રૂપિયા પડાવી લીધેલ છે.
અને મારિયાને પૈસા આપવા માટે વિશાલ બોરીચા (રહે. કોયલી) પાસે રૂપિયા 80,000/- માં ગાડી ગીરવે મુકવી પડી છે. તેઓ પૈસા બાબતે અવારનવાર ધાક ધમકીઓ આપે છે અને જાતી પ્રત્યે હડધૂત કરે છે. આ બધા એકબીજા સાથે સંડોવાયેલ છે. મારિયા મિજોરમની છે, તે સ્પામાં કામ કરતી અને મીઠી મીઠી વાતો કરીને લગ્ન કરવાની લાલચ આપી ફસાવી પૈસા પડાવેછે. જેથી તેમને સજા અપાવજો, તેવી હકીકતો લખી છે.જેથી મજબુર કર્યાની ફરિયાદ નોંધી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી મારિયાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી.




