વ્યારાનાં એક વિસ્તારમાં સાયકલ લઈને પસાર થઇ રહેલી એક બાળાનો એકલતાનો લાભ લઈને એક શખ્સે સતામણી કરી હતી. બાળકીને રોકી કામુક ટીપ્પણી કરી હતી. આ શખ્સની હરકતથી ગભરાઈ ગયેલી બાળકી આ મામલે તેની માતાને જાણ કરતા મામલો વ્યારા પોલીસ મથકે પહોંચ્યો હતો. બાદમાં પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
