મૂળ રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રતનપુર ગામનો અને હાલ માંડવી તાલુકાના કરંજ ગામે રહેતો રામચંદ્ર ગોપાલલાલ કલાલ ૪૨ રૂમો ધરાવે છે. અને તેણે અલગ અલગ વ્યક્તિઓને રૂમ ભાડે આપ્યા હતા. 
જોકે જિલ્લા મેજિસ્ટ્રેટ સુરતના જાહેરનામા મુજબ રહેણાક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો તથા સંચાલકોએ ભાડૂઆતોની માહિતી તૈયાર કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના હોય છે. જોકે આ ૪૨ રૂમોમાં પરપ્રાંતીય માણસો જ ભાડુઆત તરીકે રહેતા હોવા છતાં માલિકે તેમની સાથેના ભાડા કરાર કરાવ્યા ન હતા અને ભાડુંઆતની માહિતી પણ પોલીસ સ્ટેશનમાં આપી ન હતી. આથી પોલીસે રામચંદ્ર કલાલ સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



