મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બનાવવા તથા તેઓ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વનાં પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં તારીખ ૧ થી ૮ ઓગસ્ટ ૨૦૨૪ દરમ્યાન ‘નારી વંદન ઉત્સવ” ની ઉજવણી થઈ રહી છે.
આ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૫મી ઓગસ્ટના રોજ ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં “મહિલાનેતૃત્વદિવસ”દિવસનીઉજવણીકરવામાંઆવીહતી.જેમાં આહવા તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, વઘઇ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રી ચંદરભાઇ એમ.ગાવિત તેમજ સુબિર તાલુકામાં તાલુકા પંચાયત ખાતે પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિતના અધ્યક્ષ સ્થાને “મહિલાનેતૃત્વદિવસ”નીઉજવણીકરવામાંઆવીહતી.આપ્રસંગેતાલુકાપંચાયતનાસદસ્યોતેમજઅધિકારીશ્રીઓઉપસ્થિતિમાંરહ્યાહતા.આ કાર્યક્રમમાં પશુપાલન, ખેતી, સખી મંડળ જેવા વિવિધ ક્ષેત્રે સમાજમાં સિધ્ધિઓ મેળવનાર મહિલાઓને શાલ ઓઢાડી તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવી હતી.




