તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

UPSCનાં ઉમેદવારોને વેરિફિકેશન કરાવવા માટે આધાર આધારિત વેરિફિકેશન કરાવવાની મંજૂરી આપી દેવાનો નિર્ણય લીધો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કેન્દ્ર સરકારે પહેલીવાર યુપીએસસી (UPSC)ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન વખતે તથા પરીક્ષા અને ભરતીના જુદા જુદા તબક્કાઓ દરમિયાન સ્વૈચ્છિક આધારે ઉમેદવારોને વેરિફિકેશન કરાવવા માટે આધાર આધારિત વેરિફિકેશન કરાવવાની મંજૂરી આપી દેવાનો નિર્ણય લીધો છે. આ પગલું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે, આયોગે ગત મહિને પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી હતી.

આયોગે યોગ્યતાથી અલગ સિવિલ સેવા પરીક્ષામાં ગરબડ કરવાને લીધે ખેડકર સામે ભવિષ્યમાં કોઈપણ પરીક્ષામાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારનું આ પગલું પૂજા ખેડકરના કેસ સાથે જ જોડીને જોવાઈ રહ્યું છે. ખેડકર સામે દિવ્યાંગતા અને અન્ય પછાત વર્ગ કે ઓબીસી (નોન ક્રિમી લેયર) ક્વૉટાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. ડીઓપીટી મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, યુપીએસસીએ વન ટાઈમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન વખતે અને પરીક્ષા કે પછી ભરતીના જુદા જુદા તબક્કા દરમિયાન ઉમેદવારોની ઓળખ કરવા માટે સ્વૈચ્છિક આધારના આધારે વેરિફિકેશન કરવાની મંજૂરી આપવામાં આવે છે.