વાંસદા પંથકના વાંસદા પૂર્વ રેંજમાં માનકુનિયા રાઉન્ડના ખાટાઆંબા ગામના ડુંગરી ફળિયામાં દીપડો સાંજના સમયે અવર-નવર જોવા મળતા સ્થાનિક શખ્સે વન ખાતાને અરજીથી જાણ કરી હતી. 
દિપડાના સ્વાસ્થયની ચકાસણી વેટેનરી ઓફિસર વાંસદા પાસે કરાવી હતી. આ દીપડો માદા જાતિનો એટલેકે દીપડી હોવાની જાણ થઈ હતી. જેની ઉંમર અંદાજીત બે થી ત્રણ વર્ષની છે. વન વિભાગ દ્વારા દીપડીને અંતરિયાળ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



