લોકસભા ચુંટણીના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બિહારના જહાના બાદમાં એક ચૂંટણી રેલીનેસંબોધી હતી. તેમાં ભાજપ અધ્યક્ષએ આરજેડી સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ ઉપર પણ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આ બાળકને તેના પિતાના કારનામા વિશે કેવી રીતે ખબર છે, તેને કેવી રીતે ખબર છે કે બિહારે શું સહન કર્યું છે. બિહારે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? જેપી નડ્ડાએ કહ્યું કે, આ બાળક તેના પિતાના કારનામા વિશે તે કેવી રીતે જાણે ? તમે ભૂલી ગયા હશો, હું ભૂલી જવાનો નથી. 2003માં આ બિહારમાં આરજેડીની રેલી, લઠિયા રેલી થઈ હતી.
ગાંધી મેદાન ખાતે તેલ પીલાવન, લાઠીયા ભજામ રેલી યોજાઈ હતી. આર જેડીના લોકો લાકડીઓ કેમ લાવ્યા, બિહારના લોકોને ડરાવવા લાકડીઓ લાવ્યા. તમે બધા તમારા ઘરોમાં રહો. બિહારે આ જંગલરાજ જોયું છે. શિક્ષણની એવી હાલત હતી, લોકો બિહાર છોડીને દિલ્હી ભણવા ગયા. જંગી રેલીનું સંબોધન કરતાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, બિહારમાં જંગલ રાજને કારણે સ્થિતિ એવી હતી કે બપોરે 3 વાગ્યા પછી કોઈ જહાનાબાદ આવતું-જતું નહોતું. ખેડૂતો ભાગી રહ્યા હતા, હત્યાઓ, અપહરણ અને ખંડણીની માંગણીઓ થઈ રહી હતી.
ઇન્ડીગઠ બંધનને ઘમંડી ગઠબંધન ગણાવતા તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષનાઅડધાનેતાઓ જેલમાં છે અને અડધા જામીન પર છે. જામીન પર રહેલા તેજસ્વી યાદવ પણ જેલમાં જશે. ભાજપ અધ્યક્ષએ કહ્યું કે, દેશમાં છ તબક્કામાં ચૂંટણી થઈ છે. મને વિશ્વાસ છે કે, સાતમા તબક્કા સુધીમાં એનડીએને 400થી વધુ બેઠકો મળી જશે. છેલ્લા 10 વર્ષમાં મોદીજીએ માત્ર વડાપ્રધાન તરીકે જ દેશ પર શાસન નથી કર્યું
પરંતુ ભારતીય રાજકારણની સંસ્કૃતિ, વ્યાખ્યા અને કાર્યશૈલી પણ બદલી નાખી છે. તમને દસ વર્ષ પહેલાંનું ભારત યાદ છે. ભારતના સામાન્ય માણસે સ્વીકાર્યું હતું કે, દેશમાં કોઈ પરિવર્તન નહીં આવે. દેશ ઉદાસીન માનસિકતા સાથે જીવી રહ્યો હતો, પરંતુ આજે 140 કરોડ દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મોદીજી સાથે આગળ વધ્યા છે. નડ્ડાએજહાનાબાદના ગાંધી મેદાનમાં જેડીયુના ઉમેદવાર ચંડેશ્વર પ્રસાદ, શાહપુર, અરાહમાં જ્ઞાનસ્થલી સ્કૂલ કેમ્પસમાં આર કે સિંહ, બિહાર શરીફમાં શ્રમ કલ્યાણ કેન્દ્ર મેદાનમાં જેડીયુના ઉમેદવાર કૌશલેન્દ્ર કુમારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી.
