વડોદરા શહેરના માણેજા ફાટક પાસે આવેલ રાધા કૃષ્ણપાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક સાથે 8થી 9 મકાનોની આગળનાં ભાગની છત તૂટી પડતા ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા, હોર્ડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી. તેવામાં એક સાથે 8થી 9 મકાનોનો સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના 12 વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા. તેવા સમય દરમિયાન અચાનક એકસાથે આઠ થી નવ મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક પિયુષ પરમારે જણાવ્યું હતું કે, સ્લેબ પડી ગયો છે. જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે. =
5થી 6 જગ્યા પર શરીરના ભાગે ક્રેક પડી છે. બિલ્ડરની બેદરકારી છે. તેની સામે પગલાં લેવા જોઈએ. 8થી 9 મકાનોની છત તૂટી પડી હતી. જ્યારે અનિતાબેને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની બહાર બેસી રહ્યા હતા અને બાળકને ખવડાવી રહ્યા હતા એકદમ જ ઉપરથી છતનો ભાગ તૂટી પડ્યો, ફસાઈ ગયા હતા, અમે બુમાબુમ કરતા લોકોએ દોડી આવી અમને બહાર કાઢ્યા માંડમાંડ અમે બચી ગયા છે. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ રાધાકૃષ્ણ પાર્કના જર્જરિત મકાનોને કોર્પોરેશનને નોટિસ આપી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



