Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ભાવનગરમાં તારીખ 18 જૂનનાં રોજ બે પરીક્ષા સેન્ટર પર નેટની પરીક્ષા લેવાશે, જેમાં 1050 ઉમેદવારો આપશે પરીક્ષા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સરકારી કોલેજમાં લેક્ચરર બનવા ઉમેદવાર યુજીસી નેટ હોવો જરૂરી છે અને આ પરીક્ષા પણ એનટીએ દ્વારા યોજાતી હોય છે. ભાવનગરમાં આગામી તારીખ 18 જૂનના રોજ બે પરીક્ષા સેન્ટર પર નેટની પરીક્ષા લેવામાં આવનાર છે જેમાં 1050 ઉમેદવારો પરીક્ષા આપશે. મળતી વિગતો મુજબ ગવર્મેન્ટ કોલેજોમાં લેક્ચરર બનવા માટે નિશ્ચિત કરાયેલ લાયકાતમાં ઉમેદવાર યુજીસી નેટ ક્લીયર કરેલું હોવું જોઇએ. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આ પરીક્ષાનું આયોજન થતું હોય છે.

આ વર્ષે આગામી તારીખ 18 જૂને નેટની પરીક્ષા યોજાવાની છે. ભાવનગરમાં 1050 ઉમેદવારોએ આ પરીક્ષા આપવા પરીક્ષા ફોર્મ ભર્યા હતા જેની બેઠક વ્યવસ્થા માટે સિલ્વર બેલ્સ અને અમરજ્યોતિ સ્કૂલ એમ બે પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે જ્યાં 9.30થી 12.30ના સમયગાળામાં આ પરીક્ષા લેવામાં આવનાર છે. 300  માર્કસના ઓએમઆર પ્રશ્નો થકી આ પરીક્ષા લેવાશે જેમાં માઇનસ પદ્ધતિ પણ અમલી રહેશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!