Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અલકા યાજ્ઞિક હાલ એક દુર્લભ ન્યુરો સમસ્યાથી પીડિત, સોશિયલ મીડિયા પર આપવીતી શેર કરતા અલકાએ કહ્યું કે, હવે હું સરખી રીતે સાંભળી નથી શકતી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

90નાં દાયકામાં બોલિવૂડના ઘણા લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનાર સિંગર અને ખાસ કરીને અભિજિત તથા કુમાર સાનુ સાથે જોડી જમાવનાર અલકા યાજ્ઞિક હાલ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. અલકા યાજ્ઞિક હાલ એક દુર્લભ ન્યુરો સમસ્યાથી પીડિત છે. સોશિયલ મીડિયા પર આ આપવીતી શેર કરતા અલકાએ કહ્યું કે, હવે હું સરખી રીતે સાંભળી નથી શકતી. અલકાએ જણાવ્યું કે, વાયરલ એટેક પછી હું આ સમસ્યાથી પીડાઈ રહી છું.

એક દિવસ ફ્લાઈટમાંથી બહાર આવતી વખતે મને અહેસાસ થયો કે હું સાંભળી જ નથી શકતી. આ સમસ્યા વિશે માહિતી આપતાં અલકાએ તેના ચાહકો અને સાથી કલાકારોને લાઉડ મ્યુઝિકથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી. ચાહકો અને તેના સાથી ગાયકોને સલાહ આપતા અલકાએ લખ્યું, ‘હું મારા ચાહકો અને યુવા સાથીઓને હેડફોન અને લાઉડ મ્યુઝિક અંગે ચેતવણી આપવા માંગુ છું. કોઈ દિવસ હું મારા વ્યવસાયિક જીવનમાં સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે ચોક્કસપણે વાત કરીશ.

તમારા બધાના પ્રેમ અને સમર્થન સાથે, હું મારા જીવનને ફરી પાટે લાવવાની આશા રાખું છું અને ટૂંક સમયમાં તમને ફરીથી મળીશ. આ નિર્ણાયક સમયમાં તમારો સાથ અને સમજણ મારા માટે ઘણા અર્થપૂર્ણ છે.’ અલકા માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દેશની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંની એક છે. 25થી વધુ ભાષાઓમાં 21 હજારથી વધુ ગીતો રેકોર્ડ કરનાર અલકા યાજ્ઞિક બે વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે. 2022માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે તેમને વિશ્વભરમાં સૌથી વધુ સ્ટ્રીમ થયેલા કલાકાર તરીકે માન્યતા આપી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!