Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અગ્નિવીર જવાનએ સરકારી INSASથી ગોળી મારી આપઘાત કરી લેતા ખળભળાટ મચી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આરિસર ટેક્નીકર્સ એરિયામાં મંગળવારે રાત્રે 1:30 વાગ્યે અગ્નિવીર જવાન શ્રીકાંત કુમાર ચૌધરી (ઉ.વ.22)નાંએ સરકારી INSASથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. શ્રીકાંત મૂળ બલિયાના નારાયણપુરનો નિવાસી હતો. દોઢ વર્ષ પહેલા તેમની અગ્નિવીર યોજના હેઠળ સંત્રીની પોસ્ટ પર ભરતી કરવામાં આવી હતી. જોકે બુધવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આપઘાતનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું. આ ઘટના રાત્રે લગભગ 1:30 વાગ્યે બની હતી. શાહગંજ ઈન્સ્પેક્ટર અમિત કુમારે જણાવ્યું કે, જવાને માથાની વચ્ચે ખુદને ગોળી મારી દીધી છે. પોલીસને ઘટના સ્થળ પાસેથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. જવાનના બનેવી અને સબંધીઓ મૃતદેહ લઈને જતા રહ્યા છે.

પરિવારજનોએ આ મામલે કોઈ લેખિત ફરિયાદ નથી કરી. તેઓ ફરિયાદ કરશે તો પોલીસ પોતાના સ્તરે તપાસ કરશે. આગરા એરફોર્સ સ્ટેશન પર ડ્યૂટી દરમિયાન મંગળવારે રાત્રે શંકાસ્પદ હાલતમાં ગોળી લાગવાથી એરફોર્સના જવાન શ્રીકાંતનું મોત થઈ ગયુ હતું. જવાનનો મોટો ભાઈ સિદ્ધાંત બુધવારે આગરા પહોંચી ગયો હતો. જવાનનું પાર્થિવ શરીર આજે સવારે ગામ પહોંચતા જ ત્યાં હાહાકાર મચી ગયો હતો. થોડી વાર ઘરના દરવાજા પર અંતિમ દર્શન બાદ પાર્થિવ શરીરને ગંગા નદીના હુકુમછપરા ઘાટ લઈ જવામાં આવ્યુ હતું. ત્યાં એરફોર્સના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. ત્યારબાદ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મુખાગ્નિ મોટા ભાઈ સિદ્ધાંતે આપી.

રેવતી પોલીસ સ્ટેશન વિસ્તારના પચરુખિયા નાવી બસ્તી (નારાયણપુર) નિવાસી શ્રીકાંત વર્ષ 2022માં અગ્નિવીર ભરતી હેઠળ સંતરીના પદ પર સામેલ થયા હતા. હાલમાં તેમની પોસ્ટિંગ આગરા એરફોર્સ સ્ટેશન પર હતી. મંગળવારે રાત્રે સાથે રહેતા જવાનોએ પરિવારને ફોન કરીને શ્રીકાંતના મૃત્યુ અંગે જાણ કરી. ત્યારબાદ ચંદીગઢમાં નોકરી કરતા શ્રીકાંતનો મોટો ભાઈ સિદ્ધાંત બુધવારે આગરા પહોંચ્યો હતો. બીજી તરફ શ્રીકાંતના મોતની જાણ થતાં જ તેમના ઘર અને ગામમાં શોકનો માહોલ છે. પિતા મનજી ચૌધરી પણ કોલકાતાથી ગામ પહોંચી ગયા હતા. પોસ્ટમોર્ટમ વગેરે બાદ મૃતદેહ લઈને આગરાથી નીકળેલા સિદ્ધાંત ગુરુવારે સવારે લગભગ 11:00 વાગ્યે ગામ પહોંચ્યો હતો.

જવાનનો મૃતદેહ પહોંચતાની સાથે જ તેમના દરવાજા પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. બિહારના બિહતાથી પહોંચેલા એરફોર્સના 45 જવાનોની ટુકડીએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શ્રીકાંત ચૌધરીના પરિવારજનોએ મૃત્યુના ચોક્કસ કારણ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અધિકારીઓએ તેમને જણાવવાનું ટાળ્યું હતું. ગુરુવારે મૃતદેહ સાથે એરફોર્સના કારપોરલ બી. સિંહને પણ પરિવારના સભ્યોએ મૃત્યુનું કારણ પૂછ્યું હતું. જોકે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે ગોળી વાગવાથી મોત થયું છે. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ માટે બોર્ડ ઓફ ઈન્ક્વાયરીની રચના કરવામાં આવી છે. ઈન્સ્પેક્ટર શાહગંજ અમિત કુમાર માનએ જણાવ્યું કે, પોલીસે એરફોર્સ જવાનોની મદદથી જવાનને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ડ્યૂટી દરમિયાન 22 વર્ષીય શ્રીકાંત કુમાર ચૌધરી પાસે સરકારી INSAS રાઈફલ હતી. જવાને રાઈફલથી આઈબ્રો વચ્ચે ગોળી ચલાવી જે માથાના ઉપરના ભાગમાંથી પસાર થઈને નીકળી ગઈ હતી. INSAS રાઈફલને જરૂરી કાર્યવાહી માટે આગરાની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!