નોઇડા સેક્ટર 32 અને સિટી સેન્ટર મેટ્રો સ્ટેશન નજીક લોજિક્સ મોલની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લોજિક્સ મોલની અંદર જ્યાં ખરીદી માટે લોકોની ભીડ જામતી હતી ત્યાં માત્ર ધુમાડો જ દેખાતો હતો. આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતફરી મચી ગઈ હતી. ખરીદી કરી રહેલા લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. સર્વત્ર ભયનો માહોલ હતો. આ અકસ્માતની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર વિભાગની 10 ગાડીઓ અને પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. જોકે આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈને નુકસાન થયું ન હતું.




