તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં રોહિણીએ JEEની પરીક્ષામાં 73.8 ટકા મેળવી ભારતની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી ઈતિહાસ રચ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં આદિવાસી સમુદાયની અઢાર વર્ષીય રોહિણીએ ભારતની સૌથી અઘરી પરીક્ષા પાસ કરીને ઈતિહાસ રચ્યો છે. રોહિણીએ JEEની પરીક્ષામાં 73.8 ટકા માર્ક્સ મેળવવામાં સફળ રહી છે, આ સાથે તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NIT), ત્રિચીમાં પ્રવેશ મળી ગયો છે. રોહિણીએ તેની સિદ્ધિઓ વિશે વાત કરતાં કહ્યું કે,  ‘હું  એક આદિવાસી સમુદાયમાંથી એક વિદ્યાર્થી છું, અને આદિવાસી સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. મે JEE પરીક્ષા આપીને 73.8 ટકા માર્ક્સ મેળવ્યા છે. મને NIT ત્રિચીમાં એડમિશન મળી ગયુ છે.

જેમા મેં કેમિકલ એન્જિનિયરિંગનો કોર્ષ પસંદ કર્યો છે. અને તમિલનાડુ રાજ્ય સરકાર મારી તમામ ફી ચૂકવવા તૈયાર થઈ છે. આ મદદ કરવા બદલ હું સીએમનો આભાર માનું છું. તેમજ મારી સ્કુલના આચાર્ય શિક્ષકોના કારણ હું સારુ પ્રદર્શન કરી શકી છું. રોહિણીની સફળતા ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે, કારણ કે તે એક વંચિત સમુદાયમાંથી આવે છે અને તે ઘણી મુશ્કેલ સંજોગો સામે લડીને આગળ આવી છે. તેના માતા-પિતા રોજિંદી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

તેમનું ઘર ચિન્ના ઇલુપુર ગામમાં આવેલું છે. રોજિંદા સંઘર્ષ વિશે વાત કરતાં રોહિણીએ કહ્યું કે, પ્રવેશ પરીક્ષાની તૈયારી સાથે સાથે દૈનિક વેતન મજૂર તરીકે પણ કામ કર્યું હતું. રોહિણીએ તેના રોજના કામ અને અભ્યાસ વિશે વાત કહ્યું કે, “હું મારા માતા-પિતા સાથે દૈનિક વેતન મજૂર તરીરે કામ કરવા જવું છું, અને તેની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરતી હતી, કારણ કે મારે વધુ સારો અભ્યાસ કરવો હતો અને તેના કારણે હું સારા માર્ક મેળવી શકી અને ત્રિચી NITમાં પ્રવેશ મળી શક્યો.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રોહિણીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં રોહિણી તેના ઘરમાં રસોઈ અને બાગકામ જેવા રોજિંદા કામ કરતી જોવા મળે છે અને વીડિયોના એન્ડમાં તે તેનું એડમિટ કાર્ડ પણ બતાવે છે. રોહિણીનો વીડિયો શેર થયા પછી તેને લાખો વ્યૂઝ મળ્યા છે. પોસ્ટ પર પ્રશંસાથી ભરેલી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. રોહિણીની સિદ્ધિ પર ઘણા લોકો ખુશ હતા.