વન વિભાગ દ્વારા તાજેતરમાં લાગૂ કરાયેલા ગતિ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર રેલવે ડિવિઝનના ભાવનગર, ધોળા, ઢસા, રાજુલા અને મહુવા સેક્શનમાં ચાલતી ટ્રેનોની ગતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ઉપરોકત સેક્શનમાં ચાલતી ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવેલ છે. ટ્રેન નં. ૨૨૯૮૯ બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ ટ્રેનનો ૧૭ જુલાઈથી નવા આદેશ સુધી, સાવરકુંડલા સ્ટેશન પર આવવાનો સમય ૫-૨૩ કલાકના બદલે ૫-૪૨ કલાકનો રહેશે, તે જ રીતે સાવરકુંડલાથી મહુવા સુધીના તમામ સ્ટેશનોના સમયમાં ફેરફાર કરાશે.
ટ્રેન નં. ૨૨૯૯૦ મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન ૧૮મી જુલાઈથી નવા આદેશ સુધી મહુવા સ્ટેશનથી ૧૯-૧૫ ને બદલે ૧૮-૧૫ કલાકે ઉપડશે એટલે કે, આ ટ્રેન મહુવા સ્ટેશનથી એક કલાક વહેલા ઉપડશે અને આગળના સ્ટેશનો પર પણ ઢસા સ્ટેશન સુધીના સમયમાં ફેરફાર થશે. ટ્રેન નં. ૦૯૫૮૩ ધોળા-મહુવા એક્સપ્રેસ ટ્રેન ૧૬થી નવા આદેશ સુધી ધોળા જંકશન સ્ટેશનથી ૧૭-૫૦ ને બદલે ૧૫-૧૦ કલાકે ઉપડશે અને તે જ રીતે મહુવા સ્ટેશને ૨૧-૩૦ને બદલે ૧૯-૪૫ કલાકે પહોંચશે.
ટ્રેન નં. ૦૯૫૮૪ મહુવા-ધોળા એક્સપ્રેસ ટ્રેન ૧૭થી નવા આદેશ સુધી મહુવા સ્ટેશનથી ૭-૫૦ ને બદલે ૬-૧૦ કલાકે ઉપડશે અને તે જ રીતે ધોળા જંકશન સ્ટેશને ૧૧-૧૫ને બદલે ૧૦-૧૦ કલાકે પહોંચશે. ટ્રેન નં. ૦૯૫૩૦ ભાવનગર-ધોળા એક્સપ્રેસ ટ્રેન ૧૬ થી નવા આદેશ સુધી ભાવનગર ટમનસ સ્ટેશનથી ૧૬ ને બદલે ૧૩-૧૦ કલાકે ઉપડશે અને તેથી ધોળા જંકશન સ્ટેશને ૧૭ કલાકને બદલે ૧૪-૧૫ કલાકે પહોંચશે.




