Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સ્ટેટ જીએસટી વિભાગે છેલ્લા સાત વર્ષમાં ભાવનગરમાંથી ૧૨ હજાર કરોડ કરતા વધારેનું કલેક્શન કર્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સ્ટેટ જીએસટી વિભાગે છેલ્લા સાત વર્ષમાં ભાવનગરમાંથી કુલ રૂ.૧૨ હજાર કરોડ કરતા વધારેનું કલેક્શન કર્યું છે. જીએસટીના પ્રથમ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ઓગસ્ટ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૮ના દસ માસના સમયગાળાની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ઓગસ્ટ-૨૦૨૩થી માર્ચ-૨૦૨૪ના દસ માસના સમયગાળામાં જીએસટીના કલેક્શનમાં ૬૭ ટકાનો ઉછાળો થયો છે. બોગસ બિલિંગ અને કોરોનાકાળના વર્ષોમાં સતત ઘટી રહેલું જીએસટી કલેક્શન છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી સતત રૂ.૨ હજાર કરોડને પાર રહે છે. દેશભરમાં ૧લી જુલાઈ ૨૦૧૭થી અમલી થયેલા માલ અને સેવા કર (જીએસટી)ને સાત વર્ષ થઈ ચુક્યા છે. જીએસટીમાં થતી બોગસ બિલિંગના લીધે ભાવનગરની છબી ખરડાઈ છે અને એક સમયે બોગસ બિલિંગનું એપી સેન્ટર રહેલા ભાવનગરમાંથી બોગસ બિલિંગની પ્રવૃત્તિ નેસ્તનાબૂત કરવા વિભાગ હજુ પ્રયત્નશીલ છે.

આવી સ્થિતિ વચ્ચે પણ ભાવનગર સરકારીની તિજોરીમાં કરોડો રૂપિયા ટેક્સ સ્વરૂપે જમા કરે છે. જીએસટી લાગૂ થયાં બાદથી અત્યાર સુધીમાં ભાવનગરમાંથી કુલ રૂ.૧૨,૩૩૭.૪૦ કરોડ જીએસટી કલેક્શન થયું છે. છેલ્લા સાત વર્ષમાં ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન ૬૭ ટકા વધ્યું છે. જીએસટી અમલી થયાં બાદ પ્રથમ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ઓગસ્ટ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૮ના દસ માસના સમયગાળા દરમિયાન ભાવનગરમાં કુલ રૂ.૯૩૨.૪૨ કરોડ જીએસટી કલેક્શન થયું હતું. જેની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ઓગસ્ટ-૨૦૨૩થી માર્ચ-૨૦૨૪ના દસ માસના સમયગાળામાં જીએસટીના કલેક્શનમાં ૬૭ ટકાના ઉછાળા સાથે રૂ.૧૫૫૯.૯૩ થયું છે.

ભાવનગરમાં ચાલતી બોગસ બિલિંગની પ્રવૃત્તિ અને કોરોનાકાળમાં ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન સતત ઘટતું રહેતું હતું. જીએસટી અમલી થયાં પછીના પ્રથમ ચાર નાણાંકીય વર્ષ દરમિયાન ઘટી રહેલા સ્ટેટ જીએસટી કલેક્શન વચ્ચે ઉજાગર થયેલા બોગસ બિલિંગ કૌભાંડ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. પરંતુ બોગસ બિલિંગની પ્રવૃત્તિ પર લગામ લગાવ્યા બાદ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષથી સતત જીએસટી કલેક્શન રૂ.૨ હજાર કરોડને પાર રહે છે. ઉપરાંત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ત્રિ-માસિકગાળામાં એપ્રીલ-૨૦૨૪માં રૂ.૨૧૧.૭૦, રૂ.મે-૨૦૨૪માં ૧૬૭.૯૦ અને જુન-૨૦૨૪માં રૂ.૧૯૦.૫૧ કરોડ મળી કુલ રૂ.૫૭૦.૧૧ કરોડનું જીએસટી કલેક્શન થયું છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૧૦.૯૯ કરોડ વધારે જીએસટી કલેક્શન થયું છે. ભાવનગરે સ્ટેટ જીએેસટીના માધ્યમથી છેલ્લા સાત વર્ષમાં કુલ રૂ. ૧૨,૩૩૭.૪૦ કરોડ સરકારની તિજોરીમાં જમા કર્યાં છે. લોકસભાની ચૂંટણી બાદ સ્ટેટ જીએસટી વિભાગ જુદી-જુદી કોમોડિટી પર વૉચ રાખી રહી હતી અને તેમાં શંકાસ્પદ જણાતી પેઢીઓમાં તપાસ કરી કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન બિઝનેસ ટૂ કસ્ટમર (બીટૂસી) કેટેગરીમાં આવતા સ્કુલ, ટ્રાવેલર બેગ્ઝ, કટલેરી અને વાસણના વેપારીઓને ત્યાં રેઈડ કરી કાર્યવાહી કરી હતી. સ્ટેટ જીએસટી વિભાગનું બીટૂસી કેટેગરીમાં એક મહિનામાં બે કરોડથી વધારેનું ટેક્સ કલેક્શન રહ્યું છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!