તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે તંત્ર દ્વારા પર્યટકોને સલામતીપૂર્વક વતન પરત લાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
તાપી જિલ્લાના કોઇપણ મુસાફર જમ્મુ–કાશ્મીરમાં થયેલ આંતકવાદી હુમલા બાદ કાશ્મીર કે આજુબાજુના સ્થળે ગયેલા હોય અને અટવાયેલ હોય અને તેઓ ગુજરાત પરત આવવા માંગતા હોય, તો તેમના સગા સંબંધીઓએ પ્રવાસીઓના નામ, ઉંમર, મોબાઇલ નંબર તથા હાલના લોકેશન વગેરે વિગતો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૨૬ ૨૨૩૩૩૨ પર જાણ કરવા તાપી વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના ફસાયેલ મુસાફરોને એક સાથે ગુજરાત સુધી લાવવાના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ અનુસંધાને તાપી વહીવટી તંત્ર દ્વારા આ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ( માહિતી વિભાગ દ્વારા તારીખ ૨૪મી એપ્રિલ ૨૦૨૫ નારોજ આપવામાં આવેલી માહિતી)



