તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાંતંત્ર્ય પર્વ યોજાશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લામાં આગામી ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, મુખ્ય મથક આહવા ખાતે આયોજિત કરાયો છે. જેમાં મુખ્ય મહેમાન કરીકે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહી ‘ધ્વજવંદન’ કરશે. જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું.

જેમાં જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરીએ પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ આહવા, વઘઇ અને સુબિર તાલુકાના ત્રણેય મામલતદારઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને, કાર્યક્રમની કામગીરીના આદેશ કર્યા હતા. કાર્યક્રમ સંદર્ભે તેમજ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું. આ બેઠક બાદ કલેક્ટર સહિત જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાએ, સંબંધિત અધિકારીઓ સાથે કાર્યક્રમના સ્થળની મુલાકાત કરી હતી. સ્વાતંત્ર્ય પર્વ અગાઉ તારીખ ૧૦ ઓગસ્ટથી ૧૩ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા‘ કાર્યક્રમ પણ યોજાનાર છે.