નર્મદા જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ આવે તે માટે આજરોજ જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદીના અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. જેમાં ૮ જેટલા અરજદારોના પ્રશ્નોનોનું નિરાકરણ આવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ ખેતર પાસે જમીનને લગતો વિવાદ, કાબરીપઠાર થી ગાજરગોટા થઈ દેડિયાપાડા અને રાજપીપળાને જોડતા મુખ્ય રસ્તાને જોડતા રસ્તાનું બાંધકામ, વડીલો પાર્જિત ખેતરની જમીનનો તુમારની ખરી નકલ ન આપવા બાબત, જમીનમાં હુકમની રેકર્ડની ખાત્રી કરતા ગામ દફતરે અમલવારી/નોંધ થયેલ નથી, ખેતીની જમીનના ક્ષેત્રફળ વધઘટ માપણી બાબત, બાપ દાદા વખતની સંયુકત માલિકીની જમીનના સંપાદનના વળતર રૂપિયા બાબત, અરજદારના વાડામાંથી પસાર થતો રસ્તા કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વગર બનાવવામાં આવેલ રસ્તા બાબત, જમીનની માપણી બાબત અને જમીન પચાવી પાડવા બાબત જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેકટરશ્રીએ અરજદારોનાપ્રશ્નોને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપી ઝડપી નિકારની તાકિદ કરી હતી.
