ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા યુથ પાર્લામેન્ટનું આયોજન તા.૨૬/૦૩/૨૦૨૫નાં રોજ અધ્યાપન મંદિર બોરખડી, તા.વ્યારા જિ.તાપી ખાતે કરવામાં આવનાર છે. જેમાં તાપી જિલ્લાનાં ૧૫થી ૨૯ વર્ષનાં યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે.
ભાગ લેનાર સ્પર્ધકે સ્પર્ધાના વિષયો (૧) ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ (૨) વિકસીત ભારત@૨૦૪૭ (3) વન નેશન, વન ઇલેકશન : વિકસીત ભારત માટે માર્ગ મોકળો વિષય પર પાંચ મિનીટ વક્તવ્ય આપવાનું રહેશે. વક્તવ્ય ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકાશે. ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ૧૦ નંબર આપવામાં આવશે.
જેમાં ઉંમર, આધાર પુરાવા(આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો) પોતાનું નામ સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી વગેરે જેવી બાબતો ઉલ્લેખ કરવાનો રહેશે. તા.૨૫/૦૩/૨૦૨૫ સાંજે ૦૪:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં ૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા, જિ.તાપી ખાતે મોકલવાની રહેશે. વધુ માહિતી માટે ૦૨૬૨૬-૨૨૧૬૨૦ પર કચેરીનો સંપર્ક કરી શકાશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
