Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઇન્સ્ટ્રાગ્રામ રીલ્સમાં હોલસેલ ભાવે કપડાની જાહેરાત જોઈ ઓર્ડર આપતા ડોલવણના યુવાને ૨૦ હજાર ગુમાવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટ્રાગ્રામ પર લોભામણી રીલ્સ અને જાહેરાતો જોઈ ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે આંખો ઉઘાડતો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. તાપી જિલ્લામાં ઓનલાઈન ફોર્ડનો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ડોલવણના ભંડારી ફળીયામાં રહેતો ભાવિનભાઈ ઈશ્વરભાઈ પારધી (ઉ.વ.૨૨), અનાજ દળવાની ઘંટી ચલાવે છે અને સાથે અભ્યાસ પણ કરે છે.

મળતી માહિતી પ્રમાણે ગત તારીખ ૧૬મી જુલાઈ નારોજ ભાવિનભાઈ પારધી એ ઇન્સ્ટ્રાગ્રામ રીલ્સમાં SHYAM TRADERS નામની એક જાહેરાતમાં હોલસેલ ભાવે કપડાની જાહેરાત હોય. તે પોસ્ટ પર ક્લીક કરતા તે જાહેરાત સાથે લીંક કરેલ વોટસઅપ મોબાઇલ નંબર-૮૧૧૬૦૩૬૬૨૪ ભાવિનભાઈ પારધીના મોબાઇલમાં આવેલ વોટ્સઅપ મોબાઈલ નંબર-૯૦૨૩૫૧૨૫૫૭ ઉપર સીધી વોટસઅપ ચેટમાં વાતચીત થઇ હતી અને SHYAM TRADE RS નામના ગ્રુપમાં જોડાયેલ જેમાં કપડા હોલસેલ ભાવે વેચવાના જાહેરાતો આવતી હતી. જેથી ભાવિનભાઈ પારધીએ કપડાનો ઓનલાઇન ઓર્ડર રુપિયા ૨૦,૮૬૨/- નો કરેલ અને જણાવેલ કે એડવાન્સ પહેલા કુરીયર માટે રૂપીયા-૨૦૦૦/-તથા ૬૦૦૦/- આમ કુલ-૮૦૯૬/- મોકલાવા પડશે તેવું ભેજાબાજે જણાવતા ભાવિનભાઈ પારધીએ ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા.

ત્યારબાદ ભેજાબાજે કપડાનો ઓર્ડર પેકીંગ થયેલ હોય તેવો વિડીયો વોટ્સઅપ મેસેજમાં મોકલી આપી બાકી રહેલ પેમેન્ટ રૂપિયા-૨૦૦૦/- તથા ૧૦,૮૬૨/- રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ કુલ રૂપિયા-૨૦,૯૫૮/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.તેમછતાં ભાવિનભાઈ પારધીએ ઓર્ડર કરેલ કપડા આવ્યા નહતા, અંતે ભાવિનભાઈ પારધી પોતે ઓનલાઈન ફોર્ડના ભોગ બન્યા હોવાની ફરિયાદ સાઈબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ ઉપર કરી હતી. ફરિયાદના આધારે તા.૨૫મી ઓગસ્ટ નારોજ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!