તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વડોદરા શહેરમાં પુરના પાણી ઓસરી ગયા બાદ હજી પણ પીવાના પાણીનાં ફાફા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા શહેરમાં પૂર આવ્યા તે અગાઉથી પાલિકા તંત્રએ અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ કર્યો હતો. જે આજે સતત પાંચમા દિવસે હજુ પૂર્વવત કરી શકાયો નથી. આમ હવે પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પાણી પુરવઠા અધિકારીઓ અને પદાધિકારીઓ પાણી જેવી પ્રાથમિક સુવિધા ખરા સમયે નાગરિકોને આપવામાં નિષ્ફળ સાબિત થયા હોવાનું ફલિત રહ્યું છે. તો બીજી તરફ તેઓ હવે આ માટે મહીસાગર નદીના પાણીમાં ટર્બીડીટી વધી ગઈ હોવાનું કારણ જણાવી રહ્યા છે. વડોદરામાં રવિવારથી સતત એક ધારો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ થયો હતો.

આ વચ્ચે સોમવારના રોજ વિવિધ નદીની ઉપર આવેલા ડેમના દરવાજા ખોલી પાણી છોડાતા અનેક નદીઓની જળ સપાટી વધી હતી. વડોદરામાં પણ પૂરના પાણી ફરી વળે તે અગાઉ સોમવાર સાંજથી જ ઘણા વિસ્તારોમાં પાલિકા તંત્રએ નાગરિકોને પાણી વિતરણ બંધ કરી દીધું છે. પૂરના પાણી ઓસર્યા પછી પણ સતત ચાર દિવસથી પીવાનું પાણી તંત્ર આપી શક્યું નથી. એક તરફ નાગરિકો બેથી ત્રણ દિવસ સુધી વીજળી વિના હતા ત્યારે બીજી તરફ અનેક નાગરિકો પાણી વિના હજુ પણ તડફડી રહ્યા છે. તેઓને પીવા માટે વેચાતું પાણી લાવવું પડે છે પરંતુ દૈનિક ક્રિયા માટે પણ પાણી વિના ખૂબ હાલાકી વેઠિ રહ્યા છે. ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, ઉપરવાસમાં થયેલ અતિશય વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે મહીસાગર નદીના પાણીમાં ટર્બીડીટી વધી ગઈ છે અને પંપો ચોકઅપ થઈ ગયા છે. જેથી પાણી વિતરણ થઈ શકતું નથી. તેમ છતાં મેં અધિકારીઓને શક્ય તેટલું ઝડપથી પાણી વિતરણ થાય તે પ્રકારનું આયોજન કરવાની સૂચના આપી છે.