Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મણિપુરનાં ચુરાચાંદપુર જિલ્લામાંથી ૫૫.૫૨ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને રોકડ જપ્ત કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મણિપુરનાં ચુરાચાંદપુર જિલ્લામાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, કસ્ટમ્સ, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસે સંયુક્ત રીતે ૫૫.૫૨ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને રોકડ જપ્ત કરી છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ડીઆરઆઇ, કસ્ટમ્સ, આસામ રાયફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાંચથી સાત જૂન દરમિયાન ઓપરેશન વ્હાઇટ વેલ નામથી એક વિશેષ અભિયાન ચલાવ્યું હતું. તારીખ ૬ જૂનની સવારે મ્યાન્મારની સરહદથી જોડાયેલા બેહિયાંગ ગામમાં એક વાહનમાં સવાર બે શંકાસ્પદોનું ગુપ્ત રીતે પીછો કરવામાં આવ્યો હતો.

આ શંકાસ્પદો જે ઘરમાં પ્રવેશ્યા હતાં તે ઘરની તપાસ કરવામાં આવતા હેરોઇનથી ભરેલા ૨૧૯ સાબુના ડબ્બા, અફીણથી ભરેલા આઠ પેકેટ અને ૮ નાના ટીનના ડબ્બા, બે વોકી-ટોકી અને ૭,૫૮,૦૫૦ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતાં. એક વ્યકિતની ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બે લોકો ભાગી ગયા હતાં. જોકે ત્યારબાદ ભાગી ગયેલા બંને પણ પકડાઇ ગયા હતાં.

અધિકારીએ જણાવ્યું હતું કે, ત્વરિત કાર્યવાહીમાં બેહિયાંગ ગામમાં સ્થિત એક આરોપીના ઘરની તપાસ કરવામાં આવતા અફીણ અને રોકડ ફરેલા બે પેકેટ મળી આવ્યા હતાં જેનું કુલ મૂલ્ય ૨૮,૦૫,૦૦૦/- રૂપિયા હતું. સંયુક્ત ટીમે ૫૪.૨૯ કરોડ રૂપિયાનું ૭૭૫૫.૭૫ ગ્રામ હેરોઇન અને આંતરરાષ્ટ્રીય ગ્રે માર્કેટમાં ૮૭.૫૭ લાખ રૂપિયાનું ૬૭૩૬ ગ્રામ અફીણ જપ્ત કર્યુ હતું. ૩૫.૬૩ લાખ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. બે વોકી ટોકી અને એક વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટન્સ એક્ટ, ૧૯૮૫ હેઠળ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!