ઉત્તરપ્રદેશનાં લખનૌમાં ઈદનો ચાંદ દેખાયો છે. ઈદગાહ ઈમામ મરકઝી ચાંદ કમિટીના પ્રમુખ ખાલિદ રશીદ ફરંગીએ જાહેરાત કરી છે કે, ઈદનો તારીખ ૩૦ નારોજ ચાંદ દેખાયો છે અને ઈદ સોમવારે એટલે કે 31 માર્ચે ઉજવવામાં આવશે. ઈદનો તહેવાર નજીક આવતાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. તૈયાર કપડાં અને જૂતાની દુકાનોમાં ખરીદદારોની ભીડ ઉમટી પડી, જેને લઈને બજારો ધમધમી ઉઠી છે.
