ભરૂચ શહેરના લોઢવાડના ટેકરા ખાતે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરની સામે ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સો તેમજ મહિલાઓએ જુગાર રમતી બાતમી ભરૂચ એ.ડીવીઝન પોલીસની ટીમને મળી હતી.
પુછપરછમાં તેમના નામ રોહિત નાનુ મિસ્ત્રી, ઉમેશ મોહન જાદવ, શિવમ પ્રવિણ મકવાણા, આનંદ ભીમસિંગ વસાવા, સલીમ હુસેન કુરેશી તેમજ ઈસ્માઈલ ઉર્ફે અન્ના અબ્દુલ રહેમાન શેખ તથા ગૌરીબેન પ્રવિણ મકવાણા અને નયના ચંદુ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું આમ, સ્થળ પરથી દાવ પર લાગેલા તેમજ તેમની અંગઝડતીમાંથી કુલ ૮૮ હજાર રૂપિયા રોકડા તેમજ ૧૬ હજારનો મોબાઈલ મળી કુલ ૧.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
