રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ૨૨ જૂનના રોજ લેવાયેલી ગ્રામ પંચાયતોના ચૂંટણી અનુસંધાને આજે વ્યારા સહિત તમામ તાલુકા મથકે સવારે ૯ કલાકથી મત ગણતરી કરવામાં આવશે.. તાપી જિલ્લામાં તમામ સામાન્ય ચૂંટણીમાં ૮૪.૯૬ તેમજ પેટા ચૂંટણીમાં ૭૪.૬૮ ટકા મતદાન નોંધાયું હતું.
વ્યારા તેમજ સોનગઢમાં કોલેજ પરિસરમાં તેમજ અન્ય તાલુકાઓમાં મામલતદાર કચેરી ખાતે મત ગણતરી પ્રક્રિયા સવારે ૯ કલાકથી શરૂ કરવામાં આવશે. ૪૭ ગ્રામ પંચાયતો માટે ૭ તાલુકાઓમાં ૩૭૦ અધિકારીઓએ કર્મચારીઓ, ૧૯૫ પોલીસ જવાનો ન સહયોગથી મત ગણતરી કરવામાં આવશે. સૌથી વધારે સોનગઢ તાલુકામાં ૧૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજે હતી.
જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, ચૂંટણી સ્ટાફ અને સ્થાનિક સંસ્થાઓની સહકારપૂર્વકની કામગીરીના પરિણામે બેલેટ પેપરથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાવધાનીપૂર્વક અને લોકશાહી માટે નિષ્ઠાપૂર્વક અમલવારી કરાઈ હતી તેવી જ રીતે મત ગણતરી આયોજિત કરવામાં આવશે.
