Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વોટર કાર્ડ સાથે આધાર લિંક કરવા માટે ચૂંટણી પંચની બેઠક

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વોટર આઇ કાર્ડ સાથે આધાર લિંક  કરવાનું કાર્ય વર્તમાન કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે અને ચૂંટણી પંચ તથ યુઆઇડીએઆઇના નિષ્ણાતો આ અંગે ટૂંક સમયમાં મંત્રણા કરશે તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે. વોટર કાર્ડ સાથે આધાર લિંક કરવા માટે ચૂંટણી પંચે આજે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને યુઆઇડીએઆઇના સીઇઓ સાથે બેઠક યોજી હતી.

ચૂંટણી પંચ ઇપીઆઇસીને આધાર નંબર સાથે જોડવા માટે કલમ ૩૨૬, આરપી એક્ટ, ૧૯૫૦ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં રહીને સમગ્ર કાર્યવાહી કરશે. બંધારણની કલમ ૩૨૬ અનુસાર મતાધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપવામાં આવે છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યકિતની ઓળખ સ્થાપિત કરે છે.

તેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇપીઆઇસીને આધાર સાથે જોડવાનું કાર્ય ફક્ત બંધારણની કલમ ૩૨૬, જનપ્રતિનિધિત્ત્વ એક્ટ, ૧૯૫૦ની કલમ ૨૩(૪), ૨૩(૫) અને ૨૩(૬)ની જોગવાઇઓ અનુસાર તથા ડબ્લ્યુપી (સિવિલ) નંબર ૧૭૭/૨૦૨૩માં સુપ્રીમના નિર્ણયને અનુરૂપ કરવામાં આવશે. દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે મતદાર યાદીમાં અનિયમિતતાના આરોપોનો કાયમી અને વૈજ્ઞાાનિક ઉકેલ લાવવાનું નક્કી કર્યુ છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!