સુરત જિલ્લાનાં ખેતરોમાં પાણીની મોટર અને તેના કેબલ ચોરીની ઘટના દિનપ્રતિદિન બનતી રહે છે જેમાં માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલા સમયથી કેબલ ચોર ટોળકી સક્રિય બની છે. 
રતોલા ગામે સાત ખેડૂતોની ખેતરમાંથી રાત્રે ચોર ટોળકી ઈલેક્ટ્રીક મોટરના કેબલ વાયરની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી. સવારે ખેડૂતો પોતાના ખેતરમાં જતાં પાણીની ઇલેક્ટ્રિક મોટરના કેબલ-વાયરો ગુમ જણાયા હતા. ખેડૂત વિજયભાઈ મનજીભાઈ ચૌધરી તેમજ અન્ય ખેડૂતોએ વાંકલ આઉટ પોસ્ટમાં ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉનાળામાં તીવ્ર ગરમીમાં ઉભા પાકને પાણીની વધુ જરૂરિયાત રહે છે. આ સમયે કેબલ ચોરી થવાથી પાણીની મોટરો બંધ પડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.




