સોનગઢના વાઝરડા ગામે ઉકાઇ ડાબા કાંઠાની કેનાલના કિનારા ઉપર વાઝરડા પિયત વિસ્તારમાં પાણીની વહેચણી માટેની સહકારી મંડળીની મુકેલ મોનો બ્લોક મોટર ચોરાઈ હોવાની ફરિયાદ મંડળીના મંત્રીએ સોનગઢ પોલીસ મથકે નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે સોનગઢના વાઝરડાગામે ઉકાઇ ડાબા કાંઠાની કેનાલના કિનારા ઉપરથી વાઝરડા પિયત વિસ્તારમાં પાણીની વહેચણી માટેની સહકારી મંડળીની મુકેલ 15 HP ની શ્રી ફેઇઝ મોનો બ્લોક મોટર આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- ની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઈ ગયેલ હોવા અંગેની ફરિયાદ ગીતાબેન રાજેશભાઇ ચૌધરીએ સોનગઢ પોલીસ મથકે નોંધાવી હતી.જેમની ફરીયાદના આધારે તા.૦૫/૦૮/૨૦૨૫ નારોજ પોલીસ દ્વારા બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 




