ભરૂચના પાલેજ ટાઉનમાં વહેલી સવારે વીજ કંપનીની ૩૪ ટીમો દ્વારા ટાઉનના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. વીજ કંપની દ્વારા ૧૯૮૬ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા.
જયારે અન્ય ૧૧ વીજ મીટરો સ્લો ચાલતા હોવાનું સામે આવ્યુ હતુ. ગેરરિતી તેમજ સ્લો ચાલતા મીટરો મળી કુલ ૩૭.૩૭ લાખની વીજ ચોરી સામે આવી હતી. નગરમાં વીજ કંપની દ્વારા સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારામાં ફફડાટ વ્યાપી ગયો હતો.
