પંજાબનાં પઠાણકોટનાં નાંગલપુર પોલીસ સ્ટેશનના હાલેડ ગામમાં એરફોર્સના અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું છે. જોકે હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. આ સાથે કોઈ અધિકારી તરફથી ઈમરજન્સી લેન્ડિંગ વિશે કોઈ માહિતી આપી નથી. ભારતીય વાયુસેનાના અપાચે એટેક હેલિકોપ્ટરનું પંજાબના પઠાણકોટ જિલ્લાના નાંગલપુર પોલીસ સ્ટેશન હેઠળના હાલેડ ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
હેલિકોપ્ટર ઉતરતાં જોઈ ગામ લોકો ઘટના સ્થળ પર એકત્ર થયા હતા, પરંતુ સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો. હજુ સુધી વાયુસેના કે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ઈમરજન્સી લેન્ડિંગના કારણ વિશે કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સ્થળ પર હાજર વરિષ્ટ અધિકારીઓએ ઓપરેશનલ અને સુરક્ષા પ્રોટોકોલનો હવાલો આપી કોઈ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો. અધિકારીઓએ ખાતરી આપી છે કે, જાહેર સલામતી કે માળખાગત સુવિધાઓ માટે કોઈ ખતરો નથી. હાલમાં, હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કેમ થયું તે અંગે કોઈ સંપૂર્ણ માહિતી બહાર આવી નથી.
