મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ઝરણપાડા ગામનાં આમળી ફળિયામાંથી વગર પાસ પરમિટે ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ બપોરનાં સમયે ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી, ઝરણપાડા ગામનાં આમડી ફળિયામાં લીમડાનાં ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી ગંજી પાનાનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ગોળ કુંડાળું કરી જમીન ઉપર પાથરણું પાથરી રૂપિયા વતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં ગંજી પાના, અંગ ઝડતીનાં રૂપિયા અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા…
1.પરેશ રમેશભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),
2.શૈલેશ તુકારામભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),
3.રવીન્દ્ર ગોમાભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ),
4.અરવિંદ છગનભાઈ ગામીત (રહે.આનંદપુર ગામ, રેલ્વે ફાટક ફળિયું, તા.ઉચ્છલ) અને
5.રાજુ દશરીયાભાઈ ગામીત (રહે.ઝરણપાડા ગામ, આમળી ફળિયું, તા.ઉચ્છલ).




