વડોદરાનાં વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગની ગુણવત્તાની ચકાસણી માટે કપુરાઇ પોલીસે આર એન્ડ બી વિભાગની મદદ લીધી છે. તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગત શુક્રવારે બપોરે વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગમાં દીવાલ ધરાશાયી થતા એક બાળકને ઇજા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, બિલ્ડિંગની ગુણવત્તાની ચકાસણી માટે કપુરાઇ પોલીસે આર એન્ડ બી વિભાગને જાણ કરી છે. ટીમ આવ્યા પછી સ્કૂલ પર જઇને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે.




