મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કપુરા ગામનાં કપુરાથી સરૈયા જતાં રોડ પરથી પોલીસે એક કાપડનાં થેલામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોનો શનિવારનાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન કપુરાથી સરૈયા તરફ જવાના રોડ ઉપર હતા તે દરમિયાન કપુરા ગામનાં હાઈસ્કુલ રોડ ઉપર એક બાઈક ચાલક નંબર વગરની બાઈકની પાછળ કઈક બાંધી લાવતો હોય પોલીસને તેની પર શંકા જતાં તે ઉભો રાખવાનો કરતા બાઈક ચાલકે પોતાની બાઈક રોડની સાઈડમાં આડી પાડી લઈ અંધારાનો લાભ ખેતરાડીમાંથી થઈ ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે બાઈક પાડી હતી તે જગ્યા પર જઈ જોતા એક કાપડનાં થેલામાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 156 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા 22,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસને જોઈ ભાગી છુટેલ બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.




