Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હવામાન ખાતાની આગામી મુજબ સમગ્ર સુરત જિલ્લામાં સોમવારના સવારના ૬.૦૦ વાગ્યાની સ્થિતિએ પાછલા ચોવીસ કલાકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લામાં બેથી લઈને છ ઈંચ જેટલો અનરાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઘણા વિસ્તારો જળતરબોળ થવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે, જે મુજબ સુરત જિલ્લાના કામરેજ, પલસાણા અને સુરત સિટી તાલુકામાં છ-છ ઈંચ, મહુવામાં પાંચ ઈંચ, ઓલપાડ, માંગરોળ અને બારડોલીમાં ચાર ઈંચ, માંગરોળ અને ચોર્યાસીમાં બે-બે ઈંચ, માંડવી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે સોમવારે સવારના ૬.૦૦ વાગ્યાથી મેઘરાજા તમામ તાલુકાઓમાં અનરાધાર વરસી રહ્યા છે.

સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં ૧૧૪ મી.મી. એટલે કે સાડા પાંચ ઈંચ, બારડોલી અને કામરેજમાં ચાર-ચાર ઈંચ, જયારે મહુવામાં ૧૮ મી.મી., ઓલપાડમાં ૧૫ મી.મી., માંગરોળમાં ૧૨ મી.મી., ઉમરપાડામાં ૭૭ મી.મી., માંડવીમાં ૬૬ મીમી, સુરત શહેરમાં ૪૨ મીમી, ચોર્યાસીમાં ૩૪ મીમી જેટલો વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના ૨૨ રસ્તાઓ ઓવરટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જેમાં માંડવી તાલુકાના મોરીઠા કાલિબેલ રેગામા રોડ, ઉશ્કેર મુંજલાવ બૌધાન રોડ તથા ઉશ્કેરથી મુંજલાવ બૌધાન રોડ, ઉમરસાડી ખરોલી, મોરીઠા કાલિબેલ રેગામા રોડ એમ પાંચ રસ્તાઓ બંધ કરાયા છે.

જયારે પલસાણા તાલુકામાં બગુમરા બલેશ્વર, બગુમરાથી તુંડી, ઓલ્ડ બી.એ.રોડ પાર્કીગથી ચલથાણ બલેશ્વર પલસાણા ગામ સુધી, મલેકપુર સીસોદરા રોડ, તુંડીથી દસ્તાન, કામરેજના પરબથી જોળવાના રસ્તાઓ બંધ કરાયા છે. બારડોલી તાલુકાની વાત કરીએ તો ખસવાસા મોવાછી જોઈનીગ સામપુરા, વડોલીથી બાબલા, ખોજ પારડી વાઘેચા જોઈનીગ એસ.એસ. ૧૬૭ રસ્તો, સુરાલી કોટમુંડાથી બેલ્ધા, સુરાલી ધારીયા ઓવારા, વડોલી અંચેલી, સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારીયા કોઝવે સુધી, ખોજ પારડીથી વાઘેચા, ટીમ્બરવા કરચકા સુધી, રામપુરા એપ્રોચ જેવા ગામ-ગામને જોડતા પંચાયત હસ્તકના ૧૦ રસ્તાઓ વરસાદી પાણીના કારણે બંધ કરાયા છે. જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે. બપોરે ૨.૦૦ વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમની સપાટી ૩૧૩.૬૫ ફુટ છે. ડેમમાં ૨૦,૯૦૬ કયુસેકસ પાણીની આવક જયારે ૬૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે ઉકાઈનું રૂલ લેવલ ૩૩૩ ફુટ છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!