મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં માયપુર ગામનાં દુકાન ફળિયામાં રહેતી કવિતાબેન ભીખુભાઈ ગામીત (ઉ.વ.26)એ શનિવારનાં રોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ફળિયામાં જ રહેતો તરૂણભાઈ રાજેશભાઈ ચૌધરી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો જેથી કવિતાએ તરૂણને લગ્ન કરવાની કહ્યું હતું પરંતુ તરૂણએ કવિતાને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી કવિતાએ વ્યારા ખાતેનાં ખટાર ફળિયામાં રહેતા નૈતિકભાઈ સોમાભાઈ ગામીત સાથે સગાઈ કરી હતી પરંતુ નૈતિક સાથેની સગાઈ તરૂણએ તોડાવી નાંખી હતી.
ત્યારબાદ તારીખ 19/07/2024નાં રોજ રાત્રિનાં સમયે વ્યારાનાં સાંઈ મોલ ખાતે તરૂણએ મને આવીને કહ્યું હતું કે, ‘તું મારી સાથે લગ્ન નહિ કરશે તો તને હું બીજા સાથે જીવવા નહિ દઉં અને હું જાતે દવા પીને મારી જઈશ તેવું કહી મને નાલાયક આપવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈ બે થપ્પડ પણ મારી દીધી હતી’ તેમજ તરૂણની માતા નર્મદાબેન રાજેશભાઈ ચૌધરીએ પણ કહ્યું હતું કે, તું મારા છોકરા સાથે લગ્ન કરીશ તો તને હું જીવતી સડગાવી દઈશ તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કવિતાબેન ગામીતએ વ્યારા પોલીસ મથકે પૂર્વ પ્રેમી તરૂણ રાજેશભાઈ ચૌધરી અને તેની માતા નર્મદાબેન રાજેશભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




