મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં મોટા બંધારપાડા હાટ બજારની સામે જાહેર રોડ ઉપરથી બાઈક પર બે યુવકને વગર પાસ પરમિટે વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ મોટા બંધારપાડા હાટ બજારમાં બજાર ભરાયેલ હોવાથી પેટ્રોલીગમાં હતા તે દરમિયાન બંધારપાડા ગતાડી રોડ ઉપર બે યુવકો પોતાના કબ્જાની બાઈક નંબર GJ/19/AE/5283 ઉપર કઈક શંકાસ્પદ ચીજ વસ્તુ સાથે જતાં હોય અને પોલીસને જોઈ બાઈક લઈ ભાગવા જતાં પોલીસે પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, હિરેન જયેશભાઈ પટેલ (રહે.કલકવા ગામ, નેવા ફળિયું, ડોલવણ) અને પાછળ બેસેલનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રાહુલ ઈશ્વરભાઈ ગામીત (રહે.વીરપુર ગામ, ગામીત ફળિયું, વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેમના પાસેની એક કાપડની થેલીમાં તપાસ કરતા તેમાંથી પોલીસે ભારતીય દારૂની વિદેશી દારૂની 96 નંગ બોટલો મળી આવી હતી. જયારે પ્રોહી. મુદ્દામાલ બાબતે પુછતા યુવકે જણાવ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ નવાપુરનાં અલગ-અલગ વાઈન શોપ ઉપરથી લઈ છૂટક વેચાણ માટે લઈ આવ્યા હતા. આમ, પોલીસે વિદેશી દારૂની બોટલો અને બાઈક મળી કુલ રૂપિયા 24,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ બંને યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



