તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : વાયર લેવા માટે નીકળેલ કપુરા ગામનાં આધેડનું અજાણ્યા વાહન અડફેટે મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કપુરા ગામનાં પટેલ ફળિયાનાં હનુમાન દાદાજીના મંદિરનાં સામે જાહેર રોડ ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે સાઈકલ ચાલકને પાછળથી અડફેટે લેતાં સાઈકલ ચાલક આધેડનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કપુરા ગામનાં પટેલ ફળિયામાં રહેતા જશવંતભાઈ હીરાભાઈ ગામીત (ઉ.વ.63)નાંઓ ગતરોજ સવારનાં સમયે ઘરેથી પોતાની સાઈકલ લઈ કપુરા બસ સ્ટેશન પાસે વાયર લેવા માટે નીકળ્યા હતા તે દરમિયાન કપુરાથી સરૈયા જતાં રોડ ઉપર કપુરા ગામનાં પટેલ ફળિયાનાં હનુમાન દાદાજીના મંદિરનાં સામે જાહેર રોડ ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે હંકારી લાવી જશવંતભાઈની સાઈકલને પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

જોકે આ અકસ્માત જશવંતભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ જમણા હાથનાં કોણીનાં ભાગે ફેક્ચર કરી સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું, જયારે આ અકસ્માત સર્જી અજાણ્યો વાનાહ ચાલક પોતાના કબ્જાનું વાહન લઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે રવીન્દ્રભાઈ લખિયાભાઈ ગામીત નાંએ અજાણ્યા વાહન ચાલક વિરુધ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.