તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વાલોડના રાનવેરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની ભેટ આપી રહી છે તેમજ આ અંગે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તે દિશામાં તાપી જિલ્લા તંત્ર કામગીરી કરી રહ્યું છે. ત્યારે વાલોડ તાલુકાના રાનવેરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો. જ્યા ધારાસભ્યશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કર્યા હતા.

આ પ્રસંગે સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કેલોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાના વિકાસની સાથે સાથે સમગ્ર દેશના વિકાસમાં સરળતાથી સામેલ થઇ શકે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો છે. સરકાર દ્વારા પોષણ અભિયાનઆયુષ્માન કાર્ડસોઇલ હેલ્થ કાર્ડપીએમ કિસાન સન્માન નિધિઉજ્જવલા યોજનાવ્હાલી દિકરી યોજનાઆવાસ યોજના સહિતના અનેક લાભો લોકોને ઘરબેઠા મળી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. આ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના લાઇવ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.આ પ્રસંગે પદાધિકારી તથા તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓઅધિકારીશ્રીઓગામમા સરપંચશ્રીતથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.