લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નવયુવા મતદારોથી લઇને વયોવૃધ્ધ, દિવ્યાંગ તેમજ અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. ચૂંટણી ફરજ પર તૈનાત સહાયકો, સ્ટાફ સહિત સુરક્ષા જવાનો પણ આ મતદારોને મતદાન કરવામાં મદદ કરી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાના ખાનેરા ખાતે ચૂંટણી ફરજ પર તૈનાત GRD જવાન પ્રકાશ પ્રવીણભાઈ પાડવીએ 102 વર્ષનાં દાદાને મતદાન કરાવવામાં મદદ કરી સરાહનિય કામગીરી હતી.




