અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે વેરેલા વિનાશથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામા ભારે પવન અને વરસાદ કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સાવરકુંડલાના કરજાળા અને સીમરન ગામમાં કેરી, તલ, કેળા અને ડુંગળી સહીતના પાકને ભારે નુકસાન થતાં સરકાર પાસે વળતર માંગ કરી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં પવન અને ભારે વરસાદનાં કારણે ઉનાળુ પાક લેતા ખેડૂતોનાં ખેતરમાં ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને સાવરકુંડલા પંથકના કરજાળા અને સીમરન ગામમા ભારે પવન અને વરસાદ કારણે તલ, કેરી, કેળા, ડુંગળી સહીતના પાકમા નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની છે સરકાર પાસે સહાયની માંગ કરી હતી. જોકે સરકાર દ્વારા સાવરકુંડલા પંથકમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ખેડૂતો દ્વારા અમુક પાકમાં નુકસાન થયું છે તેમનો સર્વે થયો નથી તેવું કહી રહ્યા છે. તો સરકાર દ્વારા બાગાયતી પાક અને અન્ય પાકનો સર્વ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
