તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

વ્યારાનાં બેડકુવા ખાતે બે દિવસીય તાલીમ શિબિર થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

(માહિતી બ્યુરો,તાપી) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા દૂર સ્થિત ‘સીતારામ પ્રાકૃતિક મોડલ ફાર્મ’ ખાતે આત્મા પ્રોજેક્ટ તાપી દ્વારા તાજેતરમાં યોજાયેલા બે દિવસીય તાલીમ શિબિરમાં આત્મા પ્રોજેક્ટના બી.ટી.એમ., એ.ટી.એમ. (ATM) અને ગુજરાત પ્રાકૃતિક ખેતી બોર્ડના ખેતી મદદનીશ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત પ્રતીકભાઈ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં અત્યંત ઉપયોગી એવા જીવામૃત, ઘન જીવામૃત અને દશપર્ણી અર્ક બનાવવાનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતો પોતે જ પોતાના ખેતરે ઓછા ખર્ચે કુદરતી ખાતર અને જંતુનાશકો તૈયાર કરી શકે તે હેતુથી આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેથી જમીનની ફળદ્રુપતા જળવાય અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય. ​આ બે દિવસીય તાલીમ કાર્યક્રમમાં કુલ ૪૩ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ૩૭ મહિલાઓ અને ૬ પુરુષ ખેડૂતોનો સમાવેશ થાય છે. મહિલા ખેડૂતોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ અને તેમના સક્રિય સહયોગથી આ સમગ્ર આયોજન સફળ રહ્યું હતું.