નડિયાદના મહેમદાવાદના પથાવત ગામે ગૌચરમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા પાંચ જુગારીઓ જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧૬૫૦ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન પથાવત ગામે રામદેવ મંદિર પાછળ ગૌચરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પોતાના ફાયદા સારું પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા શકરાભાઈ વજાભાઈ ઝાલા, સુરેશભાઈ વિહાભાઈ ઝાલા, વિપુલભાઈ જુવાનસિંહ ખાંટ, સુરેશભાઈ સોમાભાઈ ઝાલા તેમજ સુરેશભાઈ ચંદુભાઈ ઝાલાને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂપિયા ૧,૬૫૦ સાથે ઝડપી પાડયા હતા. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
