નિઝરના રાયગઢ ગામની સીમમાં બે ટેમ્પો વચ્ચેની ટક્કરમાં બારમાની વિધિમાંથી પરત આવતા પરિવારના પાંચ જેટલા વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નંદુરબારના ધાનોરા ગામના રહીશ યોગેશભાઈ વસંતભાઈ વળવી ગત તારીખ ૨૫મી માર્ચ નારોજ પોતાનો ટેમ્પો લઈને નિઝર તાલુકાના ખેરવા ગામે સબંધીને ત્યાં બારમાંની વિધિમાં હાજરી આપવા માટે પોતાની માતા તથા અન્ય કુટુંબીજનોને લઇને ગયા હતા.



