કેનેડાના ટોરોન્ટોના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ભીષણ ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 5 ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, ગોળીબાર નોર્થ યોર્કના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં થયો હતો. ટોરોન્ટો પોલીસે પુષ્ટિ આપી છે કે, ગોળીઓથી ઘાયલ થયેલા ઓછામાં ઓછા પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, તેઓ હવે ખતરાથી બહાર છે.
હુમલાખોરની શોધખોળ હજુ પણ ચાલુ છે. ટોરોન્ટો પેરામેડિક્સના જણાવ્યા અનુસાર, પીડિતોની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે છે. ટોરોન્ટો પોલીસે જણાવ્યું કે ગોળીબારમાં પાંચ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તે ખતરાથી બહાર છે. ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘આજે સાંજે લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ગોળીબારના સમાચારથી હું દુઃખી છું. મારી ઓફિસ ટોરોન્ટો પોલીસના સંપર્કમાં છે, જે હાલમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
