હિમાચલપ્રદેશનાં શિમલાનાં રામપુરમાં ભારે વરસાદ વરસતા બે નાળામાં પૂર આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 20-30થી વધુ ગાડીઓ નાળામાં તણાય હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ચંબા જિલ્લામાં ભૂસ્ખલનના કારણે એક વ્યકિતનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રામપુર પાસે કુલ્લુ જિલ્લામાં વિકાસ ખંડના નિરમંડની ગ્રામ પંચાયત જગાતખાનાના વિસ્તારોમાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો.
જ્યારે વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન નજીકનાં એક ઘરમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા. જ્યારે ચંબા જિલ્લામાં બજોલ-બાડા ભંગાલ રોડ પર શનિવારે સવારે નિર્માણની કામગીરી દરમિયાન પહાડીમાંથી ભૂસ્ખલન થવાથી એક મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યકિત ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ ચંબાના ધારટો ગામનો રહેવાસી લોકેન્દ્ર કુમાર હોવાનું જણાય છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે 24 મે’નાં રોજ શિમલામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. જ્યારે 28 મે સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આગામી ચાર દિવસ હિમાચલપ્રદેશમાં આંધી તૂફાન અને વરસાદની આગાહી છે.
