આ વખતે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ શો ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો. તારીખ 8 અને 9 માર્ચે જયપુરમાં આયોજિત આ એવોર્ડ શોમાં વર્ષના બેસ્ટ પરફોર્મન્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આ વખતે ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો હતો. IIFAમાં આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે કોઈ બે ગુજરાતી કલાકારને એવોર્ડ મળ્યો હોય. IIFAમાં પહેલીવાર કોઈ બે ગુજરાતી કલાકારને એવોર્ડ મળ્યો હતો.
જેમાં સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. 
ત્યારબાદ આલાપ દેસાઈ સાથે લગ્ન કર્યા, જેનો આખો પરિવાર સંગીત અને થિયેટર સાથે સંકળાયેલો છે. મુંબઈમાં ગુજરાતી નાટકો માટે લોકોમાં ક્રેઝ છે, આથી મિત્રોના કહેવાથી તેમણે લખવાની શરુઆત કરી. નાટકો બાદ તેમને ટેલિવિઝન સિરિયલના નિર્માતાઓ આતિશ કાપડિયા અને જેડી મજીઠિયાએ મને સિરિયલ લખવાની ઓફર કરી અને ‘વાગલે કી દુનિયા’ અને ‘પુષ્પા ઇમ્પોસિબલ’ લખવાનું શરૂ કર્યું. સ્નેહા ગુજરાતી છે, તેમજ ઘણી સિરિયલો અને નાટકો લાક્યા છે, આથી આમિર ખાનના પુત્ર જુનૈદની પહેલી ફિલ્મ ‘મહારાજ’ માટે પણ તેમને જ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે ડાયલોગ લખવામાં પણ હાથ અજમાવ્યો. ત્યારબાદ લાપતા લેડીઝ ફિલ્મમાં સ્ક્રીન પ્લેની ઓફર મળી હતી.



