ભચાઉનાં છાડવાડા પુલની પાસે પોલીસે કારમાંથી વિદેશી શરાબની ૮૮૮ બોટલો ઝડપી પાડી હતી. જ્યારે કાર ચાલક આરોપી પોલીસને જોઈ નાસી ગયો હતો. પોલીસે કાર સહીત કુલ ૮.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, ભચાઉનાં છાડવાડા પુલની નીચે કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરી ભચાઉ તરફ આવી રહી છે. જે બાતમી આધારે ભચાઉ પોલીસે કાર પર દરોડો પાડયો હતો.
જેમાં પોલીસે કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની કુલ ૮૮૮ બોટલો અને ક્વાટરીયા જેની કિંમત રૂપિયા ૧,૩૦,૮૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જેમાં કાર સહીત કુલ રૂપિયા ૮,૩૦,૮૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જ્યારે કાર ચાલક આરોપી પોલીસને જોઈ નાસી ગયા હતા. જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી શરાબનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.




