ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત સરકારના કેટલાક વિભાગોના સચિવોની હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત હાલના ઘટનાક્રમોને લઈને ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ કાર્યકારી સાતત્ય અને સંસ્થાકીય સ્થિતિસ્થાપકતા જાળવવા માટે મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચે સરળ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન કર્નલ સોફિયાએ કહ્યું કે, ‘અમે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. અમે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારતે પાકિસ્તાની સૈન્ય ઠેકાઓને નિશાન નથી બનાવ્યા. ભારતમાં સૈન્ય ઠેકાણાઓ પર કોઈ પણ હુમલો યોગ્ય જવાબને આમંત્રિત કરશે. 7-8 મે 2025ની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, બઠિન્ડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાના પ્રયાસ કર્યા. તેમણે ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યૂએએસ ગ્રિડ અને વાયુરક્ષા પ્રણાલીઓ દ્વારા નિષ્પ્રભાવી કરી દેવાઈ. આ હુમલાઓના કાટમાળ હવે અનેક સ્થળોથી એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.’
