તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ઈન્કમટેક્સનાં પૂર્વ ડેપ્યુટી કમિશનર સુનીલ મહેતા તેમની પત્ની અને પુત્રએ પણ જીવ ગુમાવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ  તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. પરંતુ બાકીના 19 મૃતદેહ અંગે ઓળખ થઇ શકી નથી.

આ ગોઝારી વિમાન દુર્ઘટનામાંથી અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપનાર અને 14 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા સુનિલ મહેતા અને તેમના પત્ની વર્ષા મહેતા તથા પુત્રી મેઘા મહેતા પણ ભડથું થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, સુનિલ મહેતા14 વર્ષ પહેલા અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમણે ઉત્તર ભારતમાંના તેમના વતનમાં પરત જવાને બદલે અમદાવાદમાં જ સેટલ થઈ જવાનું પસંદ કર્યું હતું. તેમની સાથે જ ડિરેક્ટોરેટ ઓફ ઈન્કમટેક્સ (દરોડા)માં કામ કરતાં અધિકારીઓનું કહેવું છે. સુનિલ મહેતા અત્યંત મૃદુ સ્વભાવના હતા. ડિપાર્ટમેન્ટમાં તેને ક્યારેય કોઈ સાથે સંઘર્ષ થયો હોવાનું જોવા મળ્યું નથી. તેઓ તેમની પત્ની અને એક પુત્ર સાથે લંડન સ્થિત અન્ય પુત્રીને મળવા માટે જઈ રહ્યા હતા. તેમની એક પુત્રી અમદાવાદ આઈઆઈએમ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.